કાનુડો કાળજાની કોર
Kanudo Kalajani kor
શાંતિદાસ
Shantidas
શાંતિદાસ
Shantidas
કાનુડો કાળજાની કોર છે,
બેની મારે, કાનુડો કાળજાની કોર છે.
અટપટી પાઘ ને કેસરિયો વાઘો,
માથે કળાયલ મોર છે; બેની૦
વૃંદાવનમાં વાલે વાંસળી વજાડી,
મોરલીનો સ્વર જોર છે; બેની૦
‘શાંતિદાસ’ના પ્રભુ રસિક શિરોમણિ,
ગોપી સંગ પાધરો દોર છે; બેની૦
સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન ગુજરાતી પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 135)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998
