કહી કહી વાર્યા રે હો કંથે
Kahi kahi varya re ho kanthe
મીઠો
Mitho
મીઠો
Mitho
કહી કહી વાર્યા રે હો કંથે, પિયુ જેને મળવા ચાલ્યા પંથે... હરિ
પ્રાણ પ્રભુની રે હો પાસે, અહીં કેમ રહીએ રે ઉદાસે... હરિ
રાત શરદની રે હો શોભે, હૈડું હરિ મળવાને લોભે... હરિ
ત્રિભુવન નીરખી રે હો તમને, અંગમાં આનંદ વાધ્યો અમને... હરિ
વાલમ જોઈ રે હો વનમાં, ‘મીઠો’ મહાસુખ પામ્યો મનમાં... હરિ
સ્રોત
- પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 86)
- સંપાદક : નૌતમભાઈ કે. દવે
- પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
- વર્ષ : 2008
