કહાં સે આયે કહાં જાયગા
Kaha se aaye kaha jayega
વિશ્વરથ
Vishwarath
વિશ્વરથ
Vishwarath
કહાં સે આયે કહાં જાયગા, ખોજ કરો અગમ ઘર કી,
મિલે સદ્ગુરુ સાન બતાવે, ખોલ દેવે અંતર ખડકી.
તિલક છાપ ઘરમાળા મુદ્રા, તીરથ વ્રત ભરે મટકી,
ગાય બજાવે લોક રિઝાવે, ખબર નહીં અપને ઘટ કી... કહાં૦
બાહિર બગ ધ્યાની હો બેઠા, અંતર સુરત ચલ ઘટ કી,
ઉપર ભીદા બતર ગંદા, મન મેલો મછલી ગટકી... કહાં૦
કાજી કુરાન કિતાબ બખાને, જીવ જતો કરતા ઝટજી,
હરદમ કી હિકમત નહીં બૂઝે, પકડી, મુરગી કો પકડી... કહાં૦
હિંદુ તુરક દોનું ભૂલે, ખટપટ નહીં તારી ખડકી,
જોગી જંગમ જતિ સંન્યાસી, લાલચ માંહી રહ્યા લટકી... કહાં૦
તિના સમજ સબ જીતની, નદારે ચિંતન કી ન લહે ચટકી,
'વિશ્વદાસ' બેહદ કે બાસી, આવરણે ન રહે અટકી... કહાં૦
સ્રોત
- પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 148)
- પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
- વર્ષ : 1925
