kadar na jani re - Bhajan | RekhtaGujarati

કદર ના જાની રે

kadar na jani re

ઉમર બાવા ઉમર બાવા
કદર ના જાની રે
ઉમર બાવા

ચલ જાની રે, કદર ના જાની રે, કદર ના જાની રે.

ઊંડા ઊંડા કૂવા ટીપા ભર પાની, ડૂબ મૂવા અભિમાની... ચલ જાની૦

મકનાસા હાથી વારી જરદ અંબાડી, અંકુશ દઈ દઈ ધરાની... ચલ જાની૦

ફૂલ મેં બાસ, બાસ મેં ફૂલ, અકલ હુઈ હેરાની... ચલ જાની૦

દાસ ‘ઉમર’ કહે સુનો ભાઈ જ્ઞાની, શબ્દ મેં સુરત સમાની... ચલ જાની૦

સ્રોત

  • પુસ્તક : મુસલમાની ગૂર્જર-સાહિત્ય (પૃષ્ઠ ક્રમાંક 781)
  • પ્રકાશક : હરગોવિંદ દ્વા. કાંટાવાળા. 'સાહિત્ય'
  • વર્ષ : 1922