kachba–kachbinun bhajan - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાચબા–કાચબીનું ભજન

kachba–kachbinun bhajan

ભોજો ભગત ભોજો ભગત
કાચબા–કાચબીનું ભજન
ભોજો ભગત

કાચબો કહે છે કાચબીને, તું રાખની ધારણધીર;

આપણને ઉગારશે વ્હાલો, જુગતેશું જદુવીર.

ચિંતા મેલી શરણે આવો રે, મરવા તુંને નહિ દ્યે માવો રે,

વારતી'તી તે સમે તે શા વાસ્તે, મારું કંથ માન્યું કહેણ ?

કાળ આવ્યો, કોણ રાખશે? તમે નીયાં ઢાળો નેણ;

પ્રભુ તારો આવિયો પ્રાણી રે, માથે આવી મોતનિશાની રે.

અબળાને ઇતબાર આવે, કોટિ કરોને ઉપાય;

કહ્યું માને કોઈનું રે, તા ગાયું પેાતાનું ગાય;

એવી વિશ્વાસવિહોણી રે, પ્રથમ મત્યની પોણી રે.

કાચબી કહે છે કયાં છે તારો, રાખણહારો રામ?

હરિ નથી કેના હાથમાં રે, તમે શું બોલો છો શ્યામ?

મરવાટાણે મતિ મૂંઝાણી રે, ત્રુટયા પછી ઝાલવું તાણી રે.

ત્રિકમજી, ત્રણ લોકમાં મારે, તારો છે ઇતબાર;

અટક પડી, હરિ આવજો રે, મારા આતમાનો ઉદ્ધાર.

છોગાળા વાત છે છેલી રે, ધાજો બુડયાના ખેલી રે.

કાચબી કહે છે, કોણ ઉગારે? જાતો રહ્યો જગદીશ;

ચોય દિશેથી સળગી ગયું, તેમાં ઓરીને વિચોવીચ;

જેના વિશ્વાસ છે તારે રે, તેને ઇતબાર નહિ મારે રે.

બળતી હાય તો બેસને મારી પીઠ પર, રાખું પ્રાણ;

નિંદા કરો છો નાથની રે, એતો મારો છો મુને બાણ;

વ્હાલો મારો આવશે વા'ર રે, ઓર્યામાં ઉગારવા સારુ રે,

કાચબી કહે કિરતાર આવ્યો, આપણે। આવ્યેા અંત;

પ્રાણ ગયા પછી પહેાંચશે રે, તમે તેશું બાંધો મર! તત;

આમાંથી જે આજ ઊગરીએ રૈ, તો બ્હારો કદી પગ ભરીએ રે.

વિઠ્ઠલજી, મારી વિનતિ સુણી, શામળા, લેજો સાર;

લીહ લોપાશે લેાકમાં રે, બીજી વાંસે કેની વ્હાર;

હરિ, મારી હાંસી થાશે રે, પ્રભુ-પરતીતિ જાશે રે.

કેશવજીને કરુણા આવી, મોકલ્યા મેઘ મલ્હાર;

આધરણમાંથી ઉગારિયો આવી કાચબાને કિરતાર;

ભોજલ ભરેાંસો આવશે જેને રે, ત્રિમજી તારશે તેને રે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - ૧ (પૃષ્ઠ ક્રમાંક 208)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981