jyan lagi aatma angman - Bhajan | RekhtaGujarati

જ્યાં લગી આત્મા અંગમાં

jyan lagi aatma angman

ગિરધરદાસ ગિરધરદાસ
જ્યાં લગી આત્મા અંગમાં
ગિરધરદાસ

જ્યાં લગી આત્મા અંગમાં છે, ત્યાં લગી હરિ હરિ તું કે’.

હાલતાં હરિ ને ચાલતાં હરિ ઊઠતાં હરિ કે’,

સૂતાં લગી તું સમરી લે, તો તેની બોલાશે જે... જ્યાં૦

દૃષ્ટિ પદારથ સરવે ખેાટું ને આત્મા તો અંખડ છે,

કીડી પંતગ ને બ્રહ્મા લગણ, એને કાળચક્રના ભે છે... જ્યાં૦

લીધા સરખું નામ હરિનું, લઈ શકે તેા લે,

દીધા સરખું દાન અન્નનું, દઈ શકે તેા દે... જ્યાં૦

જુવાનીમાં તમે જાણતા નથી ને સાચા દેવના બે,

એક છે અન્ન બીજું હરિનું ભજન,

તારી સાનમાં સમજી લે... જ્યાં૦

એક દહાડો એવો આવશે, દીવા વિના નગારાં વાગશે,

એક દિન પ્રાણી એવો પણ આવશે,

તારી સમશાન ધમશે ચેહ... જ્યાં૦

સંસારિયા પ્રપંચ મેલીને, સતગુરુને ચરણે રે,

‘ગિરધરદાસ’ કહે હરિ પ્રતાપે, એક સતગુરુ સાચો છે... જ્યાં૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 215)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર, રીચી રોડ, અમદાવાદ
  • વર્ષ : 1925
  • આવૃત્તિ : 2