Jog Tant vichar le - Bhajan | RekhtaGujarati

જોગ તંત વિચાર લે

Jog Tant vichar le

સેવાદાસ સેવાદાસ
જોગ તંત વિચાર લે
સેવાદાસ

જોગ તંત વિચાર લે હાં,

જ્ઞાની એક જોગ તંત વિચાર લે જી.

પ્રથમ ગુરુજીનાં ચરણ ગ્રહિયે હાં, તન મન ગુરુજીને અર્પણ કરીએ,

ગુરુ જ્ઞાન દિયે યારી ભકિત કરીએ, વચન નિશદિન અટળ રટીએ,

આહાર નિદ્રાને વાર, જ્ઞાની એક જોગ તત્ત્વ વિચાર લે જી... જ્ઞાની એક.

મૂળ બાંધા પાન ઊલટે હાં, સકલ ખટદલ કમલ સૂલટે, વંકનાળરા રાહુ પલટે,

મને પવન લઈ અકલ સૂલટે, ભ્રમર કરત ગૂંજાર... જ્ઞાની એક.

ભજન કરીએ ગગન માંહીં હાં, વાગે અનહદનાદ વાંહીં ક્રોડ પ્રકાશે ભાણ ત્યાંહી,

ઝલમલે એક જ્યોતિ જ્યાંહી, વિષ્ણુ ઝાલર ઝણકાર... જ્ઞાની એક.

પાંવ વિના એક નૃત્ય કરતે હાં, કર વિના કરતાલ બજતે, કંઠ વિના એક સાધ ઘુરતે,

વિણ શ્રવણ ઝણકાર પરતે, વિણ નૈનાં દીદાર... જ્ઞાની એક.

પિંડ-બ્રહ્માંડ અખંડ જ્યોતિ હાં, કળ કંટકવા નહીં છોતી, વિના ચાંચ હંસ ચૂગે મોતી,

અગમ ઘર જઈ પોતી સુરતી, સમર લે તંત સાર... જ્ઞાની એક.

મોહ-મમતા દૂર કરીએ હાં, લોભ-લાલચ ત્યાગ કરીએ, જ્ઞાન સમજી ધ્યાન ધરીએ,

અહોનિશ સુરત વિચાર કરીએ, દેખા ખેલ અપાર... જ્ઞાની એક.

અધર આસન સધર મૂર્તિ હાં, રૂપરંગ ન અજબ સુરતી, અજબ સુરતી માંહી મૂર્તિ,

પ્રેમ કરીને પિયુને નીરખી, ઊતર ભવ જલ પાર... જ્ઞાની એક.

ગુરુ મિલે જબ ભ્રમ ભાંગે હાં, પ્રગટ ઘટ મેં શબ્દ જાગે, રામરસ પિયો કાળ ભાગે,

‘સેવાદાસ’ કે સિર પર સાહેબ બિરાજે, નામ નિરગુણ સાર... જ્ઞાની એક.

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 289)
  • પ્રકાશક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • વર્ષ : 1994