Jivata Bandhya - Bhajan | RekhtaGujarati

જીવતા બાંધ્યા

Jivata Bandhya

સુલતાન સુલતાન
જીવતા બાંધ્યા
સુલતાન

માર તો મારેલા અમને લાકડીએ,

ઓસડ મળે નંઈ એનાં હાટડીએ.

મીઠો મીઠો માર અમને મારવાને લાગ્યો,

જીવતા બાંધ્યા અમને ઠાઠડીએ... ઓસડ૦

ઓહમની તો અમે બજારુંમાં હાલ્યા,

ફોડી નાખ્યા અમને ફાંટડીએ... ઓસડ૦

રે દરદ મારું કોઈ મટાડે,

સેવા કરું દિન-રાતડીએ... ઓસડ૦

કહે 'સુલતાન' એવા સંત મળે અમને

દરદ મટાડે મારું વાતડીએ...

ઓસડ મળે નંઈ એનાં હાટડીએ.

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 185)
  • સંપાદક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1991