Jiv! tu shidne chinta kre? - Bhajan | RekhtaGujarati

જીવ ! તું શીદને ચિંતા કરે?

Jiv! tu shidne chinta kre?

દયારામ દયારામ
જીવ ! તું શીદને ચિંતા કરે?
દયારામ

જીવ ! તું શીદને ચિંતા કરે? કૃષ્ણને કરવું હેાય તે કરે !

તું અંતર ઉદ્વેગ કરે, તેથી કારજ શું સરે?

ધણીનો ધાર્યો મનસૂબો, હર-બ્રહ્માથી નવ ફરે ! કૃષ્ણને૦

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;

જેવો જંત્ર વગાડે જંતરી તેવો સ્વર નીસરે ! કૃષ્ણને૦

જેવું જેટલું જે જેમ કાળે, તે તેને કર ઠરે;

એમાં ફેર પડે નહિ કેાઈથી, શીદ કુટાઈને મરે? કૃષ્ણને૦

તારું ધાર્યું થાય એટલું હરિઈચ્છા અનુસરે;

સદા કાળ રીતે નીભે નહિ, હુંપણું શીદ તું ધરે? કૃષ્ણને૦

થાવાનું અણ-ચિંતવ્યું થાશે, ઉપનિષદ એાચરે;

રાખ ભરેસો રાધાવરનો ‘દયા’ તું શીદને ડરે? કૃષ્ણને૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 146)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1946