જીતીને કાં હાર્યો રે
Jitine ka haryo re
થોભણદાસ
Thobhandas
થોભણદાસ
Thobhandas
જીતીને કાં હાર્યો રે, મૂરખ માનવી રે,
આવી રૂડી પામ્યો મનુષાદેહ;
દેવતાને દુર્લભ રે, તેહ તુંને કહાવિયું રે,
કરી લેની કમલાવર-શું નેહ. જીતીને કાં હાર્યો રે૦
આણી–આણી દેહે રે, હરિને તો પામીએ રે,
વામીએ જો અખિલ ભુવનનું સુખ;
ઓળખીને લેજો રે, હરો તારા હાથમાં રે,
મટશે જનમ-જનમનું દુઃખ. જીતીને કાં હાર્યો રે૦
દેવાળું શું કાઢ્યું રે, દેવે તારી દેહમાં રે?
ઉઘાડીને જોની રે કર્મ કમાડ;
મૂળ ગયે લાવે નહિ રે, ‘થોભણ’ થોભજો રે,
મટી જાશે માયા કેરું ઠાર. જીતીને કાં હાર્યો રે૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 259)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
