jire gagna manDal dhoon lagi re - Bhajan | RekhtaGujarati

જીરે ગગના મંડળ ધૂન લાગી રે

jire gagna manDal dhoon lagi re

ખીમસાહેબ ખીમસાહેબ
જીરે ગગના મંડળ ધૂન લાગી રે
ખીમસાહેબ

જીરે ગગના મંડળ ધૂન લાગી રે.

જીરે ગગના૦

ગડ ગડ ગડગડ ગાજે, બાજે અનહદ તૂરા,

લાગ રિયા ઝણકાર ગગન મેં, વરસે નિરમળ નૂરા... જીરે ગગના૦

તોડ તડાકા હુવા ભડાકા, દિયા અગમ પર ડેરા,

પિંડ કી પાર પરમપદ પ્રગટ્યા, નીરખ પરખ કિયા નેરા... જીરે ગગના૦

અણી અગર પર આસન કીના, છૂટ્યા શબ્દ પસારા,

વ્રેમંડ વીંધી આયા જોગેશ્વર, નીરખ્યા દિન દયારા... ગગના૦

સનમુખ દરિયા સુભર ભરિયા, અધર તખત નિશાના,

ભાણ કબીર રવિ ‘ખીમદાસા’, મગન ભયા ગુલતાના... ગગના૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજન ભંડાર (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સર્જક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • પ્રકાશક : સદ્‌ગુરુ વિશ્રામસાહેબની જગ્યા, મુ. કોટડા સાંગાણી, જિ. રાજકોટ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : 6