જેને પીયુડો તે પરઘેર જાય, સખી શું કરીએ રે
Jene piyudo te pargher jay sakhi shu karie re
રાધાબાઈ
Radhabai
જેને પીયુડો તે પરઘેર જાય, સખી શું કરીએ રે
Jene piyudo te pargher jay sakhi shu karie re
રાધાબાઈ
Radhabai
રાધાબાઈ
Radhabai
જેને પિયુડે તે પરઘેર જાય, સખી શું કરીએ રે,
કેમ એકલડાં રહેવાય, વિજોગે મરીએ રે.
રૂ૫ જેયું રસિયા તણું રે, પરાણે કરે છે પ્રીત,
અણ તેડયો આંગણીએ રે આવે, વ્હાલા એવી તો એની રીત... સખી શું૦
બેલાવ્યો બોલે નહીં ને, વ્હાલા કોને કહીએ પેર,
સેરડીએ સામો મળે, વ્હાલો નીચાં તે ઢાળે નેણ... સખી શું૦
છળભેદે છાને રમે ને, અમને તે વાયદા વહાય,
રાધેના સ્વામી અંતર્જામી, તે તો અર્થ પડે ઓળખાય... સખી શું૦
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 128)
- સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
- પ્રકાશક : રાજ્યરત્ન શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી
- વર્ષ : 1922
