જાઓ મા જાઓ મા જાઓ મા રે
Jao ma jao ma jao ma re
મીઠો
Mitho
મીઠો
Mitho
જાઓ મા જાઓ મા જાઓ મા રે, મારા વા'લા મથુરામાં જાઓ મા.
અક્રુરના રથ દેખી શ્યામા વિચારે, માવા મત મા’લો ભાવમાં રે... મારા૦
સોળસેં ગોપીઓનો સંગ તજીને, કુબજાના સંગી થાઓ મા રે... મારા૦
ટળવળતા મેલી રે ત્રિકમજી, નાથ નમેરા થાઓ મા રે... મારા૦
કહે ‘મીઠો’ પરસોતમ પ્રીતે, વિખ ઘોળી ઘોળી પાઓ મા રે... મારા૦
સ્રોત
- પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 87)
- સંપાદક : નૌતમભાઈ કે. દવે
- પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
- વર્ષ : 2008
