Jangal na jodiga - Bhajan | RekhtaGujarati

જંગલના જોગીડા!

Jangal na jodiga

સાંઈ શેલાણી સાંઈ શેલાણી
જંગલના જોગીડા!
સાંઈ શેલાણી

જંગલના જોગી, ભૂલ્યાંને રસ્તા બતાવો

જંગલના જોગીડા, આંધળાને રસ્તો ચીંધાડો

વીંછો સરપના બાવો મંતર ના જાણે

તો નાગણી શીદને નચાવો

કોરી કોરી ગાગર બાવો પડદામાં રાખે

તો અભણને ભણાવો

જંગલના જોગી...

માત ને પિતાની સેવા નોં કીધી

કેમ ઊતરશે ભવ પારો?

ગુરુ પરતાપે સીદી 'શેલાણી' બોલ્યાં

તમે તર્યા ને અમને તારો

જંગલના જોગી...

સ્રોત

  • પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સંપાદક : ફારૂક શાહ
  • પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન
  • વર્ષ : 2009