Janana sakal kalyano bhandar - Bhajan | RekhtaGujarati

જનનાં સકળ કલ્યાણનો ભંડાર

Janana sakal kalyano bhandar

હરિદાસ મહારાજ હરિદાસ મહારાજ
જનનાં સકળ કલ્યાણનો ભંડાર
હરિદાસ મહારાજ

જનનાં સકળ કલ્યાણનો ભંડાર હરિનું નામ છે,

કલિમલ તૃણોના ગંજમાં અંગાર હરિનું નામ છે.

પાવનતણું પાવન જગતમાં શ્રેય હરિનું નામ છે;

પંથે પરમ પદને જતાં પાથેય હરિનું નામ છે.

કવિવરોને વાણી તણો વિશ્રામ હરિનું નામ છે;

સંતો તણું જીવન પરમ સુખધામ હરિનું નામ છે.

સદ્ધર્મરૂપી વૃક્ષનું શુભ બીજ હરિનું નામ છે;

સંસારમાં સંજીવની-મૂળી હરિનું નામ છે.

દુર્લભ મનુષ્યા દેહ કેરો લ્હાવ હરિનું નામ છે;

ભવસિંધુ પાર તરી જવા દૃઢ નાવ હરિનું નામ છે.

તક્રસમ સંસારમાં નવનીત હરિનું નામ છે;

‘હરિદાસ’ને હૈયા તણું તાવીત હરિનું નામ છે.

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 769)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963