jagat wirla koi na jane jiwe guru - Bhajan | RekhtaGujarati

જાગત વિરલા કોઈ ન જાણે જીવે ગુરુ

jagat wirla koi na jane jiwe guru

ગોરખનાથ ગોરખનાથ
જાગત વિરલા કોઈ ન જાણે જીવે ગુરુ
ગોરખનાથ

જાગત વિરલા કોઈ જાણે જીવે ગુરુ,

વિના અગમ ધુન ગગનમાં લાગી.

આતમ સે એક ધમણ ધમાયા, ઊલટા તે પવન ચલાયા જી૦

અગમપુરીમાં એક અધમ અંગીઠી, ઈનસે ધ્યાન લગાયા જી૦

વંકનાલ સે વેરા ચલઈયા, તે શુકન ક્યારા પિલાયા જી૦

એક ક્યારા મેં દો માણક નીપજે, વાંકા મૂલ નપાયા જી૦

ભવસાગરમેં એક હીરલા છૂટા, હીરાલોક એરણે ચડાયા જી૦

સુરત સાંણસી હુઈયા હથોડી, હીરલા કું ખરા કરાયા જી૦

ત્રિવેણીમાં ટંકશાળ મંડાવી, હીરલા મેં હીરલા મિલાયા જી૦

ભણે 'ગોરખનાથ' સુણ રે મછન્દર, મારે સતગુરુ પાર લગાવો જી૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 82)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર, રીચી રોડ, અમદાવાદ
  • વર્ષ : 1925
  • આવૃત્તિ : 2