જગત છે જળ બુદ્બુદના જેવું
Jagat che jal budbud na jevu
કાનપુરી
Kanpuri
કાનપુરી
Kanpuri
જળ બુદ્બુદના જેવું, જગત છે જળ બુદ્બુદના જેવું.
મનમોહક છે રૂપ રંગ પણ, શું એમાંથી લેવું? જગત છે૦
તન ધન મિથ્યા સાધન મિથ્યા, સઘળે સંકટ સ્હેવું. જગત છે૦
હોવાનું દુઃખ ખોવાનું દુઃખ જોવાનું શું કે’વું? જગત છે૦
નાચ નચાવે સૂત્રધાર ત્યમ, વેષ ધરીને રે’વું. જગત છે૦
લેવાનું છે નીત પરંતુ, ‘કહાન’ ગમે નહિ દેવું. જગત છે૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 55)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
