ભગતી તો ભાવ વિના નહીં આવે
bhagati to bhav vina nahi aave
હોથી
Hothi
ભગતી તો ભાવ વિના નહીં આવે રે,
ગુરુગમ ક્યૂં પાવે રે...
પ્રથમ હરિ ગુરુ સંત ન સેવ્યા,
મરને અનેક વાતું બનાવે,
ગુરુગમ જ્ઞાન શબ્દ સુધી ના’વે,
મરને પ્રેમ મગન થઈ ગાવો રે... ગુરુગમ૦
ચળેલ પુરુષનાં સ્વપ્નામાં ના આવે,
મરને પાટે જોત્યું જલાવે,
મનના મેલા ને અંતરના ભીના,
ઈ તો પીર થઈને પૂજાવે... ગુરુગમ૦
એણે સતગુરુ શું સમજાવે,
મેલી મરજાદા ચાલે ઊભેલા,
ઈ તો ભીતુંમાં ભટકાવે રે... ગુરુગમ૦
કગવાની સંગાથે કબુદ્ધિ આવે,
સાન સંતો કેરી ના’વે,
‘દાસ હોથી’ કે’ જેણે સંત ન સેવ્યા,
ઈ તો નિશ્ચે ચોરાશીમાં જાવે રે... ગુરુગમ૦
સ્રોત
- પુસ્તક : અસલ મ્હોટી ભજનસાગર (પૃષ્ઠ ક્રમાંક 77)
- પ્રકાશક : હરગોવનદાસ હરજીવનદાસ બુકસેલર
- વર્ષ : 1924