હૃદયમાં વસ્તુ છે અણમોલી
Hrdayma vastu che anmoli
દાસ સત્તાર
Das Sattar
દાસ સત્તાર
Das Sattar
હૃદયમાં વસ્તુ છે અણમોલી!
તારા રે ઘટમાં પિયુ બિરાજે, જો તું અંતરપટ ખોલી... હૃદયમાં૦
સંત સમાગમ નિશદિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી,
સજ્જન કેરા સંગમાં, ભાઈ, પ્રેમની પ્રગટે હોળી... હૃદયમાં૦
સત્ય સમશેર લઈને મારજો, પાંચ-પચીસની ટોળી,
શુદ્ધ શબ્દો સંતોનાં, ભાઈ, પીજો ઘોળી ઘોળી... હૃદયમાં૦
ગુરુ કરી ગુરુચરણમાં રહેજો, લેજો શબ્દને તોળી,
દાસ ‘સત્તાર’ ગુરુ પ્રતાપે, વાગે જ્ઞાનની ગોળી... હૃદયમાં૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 319)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
