હીંડોળો હીરે જડ્યો
Hindolo hire jadyo
પ્રીતમ
Pritam
પ્રીતમ
Pritam
હીંડોળો હીરે જડ્યો કેચનના ખંભ;
ચોકી રત્નજડાવની : રચિયો આરંભ.
તકિયાગાદી હીરની : ઝૂલે પિયા પ્યારી;
ફરતાં મોતી-જૂમખો : ડોડી ચાર સમારી.
ઝગમગ ઝગમગ ભોમકા : ભલી ભાતે ભાસે;
તત્ત્વસાર ત્રિલોકમાં : તેનું તેજ પ્રકાશે.
ફરતી ફૂલી વૃક્ષવેલડી : બહુ મોગરા મહેકે;
કુંજ સદનને બારણે તેહેવા તોરણ લહેકે, -૪
કુસુમકલી ફૂલી રહી : બહુ મધુકર ગુંજે;
‘પ્રીતમ’નો સાંમી શામળો : આનંદના પુંજે.
સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 96)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998
