હીરો ખો મા!
hiiroo kho maa!
તિલકદાસ
Tilakdas

હીરો ખો મા તું હાથથી, આવો અવસર પાછો નંઈ મળે,
ખોઈ બેઠો બંદા, ખાખમાં, માથે ત્રિવિધિના તાપ બળે.
મોતી પડ્યાં મેદાનમાં, ઓલ્યા મૂરખ મૂલ શું કરે?
મળે હીરાના પારખુ જો સતગુરુ સાન કરે. — હીરો
સમજ વિના નર કરે સાધના, ગુરુ બિન જ્ઞાન ન જડે,
પારસમણિનો પાસ ઈ તો, લોઢાને કંચન કરે. —હીરો
તરી ઊતરવું પ્રેમથી જેમ જળ માથે જા'જ તરે,
કાયા કાચો કૂપ છે માંહી અમીરસ નીર ઝરે. — હીરો
કહે 'તિલકદાસ' શૂરા સંગ્રામે મરજીવા મોજું કરે,
ધારણ બાંધો ધરમની તો નમતે છાબડે ઠરે. —હીરો



સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : માર્ચ, ૨૦૨૩ (પૃષ્ઠ ક્રમાંક 25)