Heri manada ma lagyo eno chalo - Bhajan | RekhtaGujarati

હે રી મનડામાં લાગ્યો એનો ચાળો

Heri manada ma lagyo eno chalo

કાસમ કાસમ
હે રી મનડામાં લાગ્યો એનો ચાળો
કાસમ

ઘડીયે રે બાઈ! મુંને વીસરે નહિ કાનુડો કાળો...

ઘડીયે રે બાઈ! મુંને વીસરે નહિ કાનુડો કાળો...

ચિતડામાં લાગ્યો, હે રી મનડામાં લાગ્યો એનો ચાળો...

ઘડીયે રે બાઈ! મુંને વીસરે નહિ કાનુડો કાળો...

તમ રે વિનાનાં મુંને અનડાં ભાવે રે,

બળીયલને શું બાળો ? જો જો રે બાઈ ! એવા બળીયલને શું બાળો...

ઘડીયે રે બાઈ! મુંને વીસરે નહિ કાનુડો કાળો...

ભૂલું ભૂલું મનડું મારું, હીંડે રે ભટકતું રે,

ઘેલડા મનને વારો, જો જો રે બાઈ ! એવા ઘેલડા મનને વાળો...

ઘડીયે રે બાઈ! મુંને વિસરે નહિ કાનુડો કાળો...

તારું રે જોબનિયું ચાર દિવસનું ચટકું રે,

નેણલે જોઈ જોઈ ન્યાળો, જો જો રે બાઈ ! એવા નેણલે ખણી ખણી ન્યાળો...

ઘડીયે રે બાઈ! મુંને વીસરે નહિ કાનુડો કાળો...

જોઈ રે કાસમસેં દાસી હે તુમારી રે,

ધુન તો ધણી મેં ધાર્યો, જો જો રે બાઈ! ધુન તો ધણી મેં ધાર્યો...

ઘડીયે રે બાઈ! મુંને વીસરે નહિ કાનુડો કાળો...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સંતસાહિત્ય : ખંડ ૧ (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સંપાદક : નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2023