હાથ મારો મૂકશો મા !
Hath maro muksho ma!
કેશવલાલ
Keshavlal
કેશવલાલ
Keshavlal
દીનાનાથ દયાળુ નટવર, હાથ મારો મૂકશો મા !
હાથ મારે મૂકશો મા! હાથ મારે મૂકશો મા ! દીનાનાથ૦
આ મહા ભવસાગરે, ભગવાન હું ભૂલો પડ્યો છું;
ચૌદ લોક નિવાસ ચપલાકાન્ત, આ તક ચૂકશો મા. દીનાનાથ૦
ઓથ ઈશ્વર આપની, સાધન વિષે સમજું નહિ હું;
પ્રાણપાલક ! પોત જોઈ શંખ આખર ફૂંકશો મા. દીનાનાથ૦
માત તાત સગાં સહોદર, જે કહું તે આપ મારે;
હે કૃપામૃતના સરેવર ! દાસ સારુ સૂકશો મા. દીનાનાથ૦
શરણ ‘કેશવલાલ’નું છે, ચરણ હે હરિરામ તારું !
અખિલનાયક ! આ સમય ખોટે મશે પણ ખૂટશો મા. દીનાનાથ૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 72)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
