પાર પાવે
paar paave
કાયમુદ્દીન ચિશ્તી
Kaymuddin Chishti

નરક આગ કારી બહોત હૈ, કોઈક જ વિરલા હરિ ઓળખે,
બડાઈ કે કારણ મનખા પદાર્થ ગુમાવે, માન!
કાયમુદ્દીન, હિંદુ મુસલમાન આબરૂ કે વાસ્તે અટક રહે હૈ,
કોડી કે વાસ્તે બિગૈર સમજે રતન ગુમાવત, જાન!
કાયમુદ્દીન કહે રતન મનખા જનમ હૈ, તા મેં હરિ તત્ત્વસાર,
સતગુરુ કીલી ભેદ કી, ઓળખાવે કિરતાર.
કાયમુદ્દીન, ચીન્હા આત્મા, વસ્તુ રૂપ એક હૈ, જાન!
ક્યા નીચ, ક્યા ઊંચ, ક્યા હિંદુ, ક્યા મુસલમાન?
કાયમુદ્દીન, મુસલમાન કુછ માટી કા નહીં, હિંદુ સોને કા નહીં.
જે વજ્હે બનાયા વો વજ્હે બના હૈ, પિછાન!
કાયમુદ્દીન, હરિ મતા કિસી કે બાપ કી નહીં, જાન!
જિસે પાવે વો જ દોસ્ત હરિ કા, પિછાન!
કાયમુદ્દીન, હિંદુ મુસલમાન જે બરણ મેં હરિજન હોવે, જાન!
જો કોઈ હરિ કો ઓળખાવે, વોહ સતગુરુ પિછાન!
કાયમુદ્દીન, જિને ઓળખ્યા હોય, સોઈ ઓળખાવે,
જાત ભાત કા કામ નહીં, જહાં તહાં જીવ પાર પાવે.



સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 27)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
- વર્ષ : 2009