હરિ ભજવાને રે, મનુષ્યા દેહ ધરી રે
harine ne bhajva re manushya deh dhare re
વસ્તો વિશ્વંભર
Vasto Vishwambhar
હરિ ભજવાને રે, મનુષ્યા દેહ ધરી રે
harine ne bhajva re manushya deh dhare re
વસ્તો વિશ્વંભર
Vasto Vishwambhar
વસ્તો વિશ્વંભર
Vasto Vishwambhar
હરિ ભજવાને રે, મનુષ્યા દેહ ધરી રે,
તેમાં તમે શું કરો માન બડાઈ,
જગ માને ઝીણા રે, સાધુ તમે થઈ રહો રે,
મૂકી છાંડો સર્વે લેભ લઢાઈ. હરિ ભજવાને રે૦
આવાં આવાં કુટુંબ રે, અલ્યા તેં તો બહુ કર્યાં રે,
ફરી આવ્યો લાખ ચોરાશી ખાડ,
ચેતન થાને રે, ચેતાવી કહું રે,
નહીં તો તેનો તે વારો જાણ. હરિ ભજવાને રે૦
વાંકો ને વાંકો રે, ભૂંડા અલ્યા શું ફરે રે,
વરણાગીમાં રે ઊઠશે વાટ;
હરિ ભજ્યા વિના રે, હસારત થાય છે રે,
આગળ જાવું જમ કિંકરને હાથ. હરિ ભજવાને રે૦
અંધની આગળ રે, મૂકી જેમ આરસી રે,
દીઠા વિના કાંઈ ન સૂઝે રંગ;
‘વસ્તા વિશ્વંભર’ રે સ્મરીને ઓળખો રે,
ભલો ભલો ભજવા સરખો યોગ. હરિ ભજવાને રે.
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 96)
- સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
- પ્રકાશક : રાજ્યરત્ન શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી
- વર્ષ : 1922
