હરિ વેણુ વાય છે રે હો વનમાં
Hari venu vay che re ho vanma
મીઠો
Mitho
મીઠો
Mitho
હરિ વેણુ વાય છે રે હો વનમાં, તેનો વ્રેહ વાધ્યો છે મારા તનમાં,
ચીતડામાં ચટપટી રે હો લાગી, જીવન જોવાને હું જાગી.
રસિયાજીના રે હો રાગે, વ્યાકુળ કીધાં છે વૈરાગે,
ગત મત ભૂલી રે હો ઘરની, વનમાં વાંસળી વાગી વ્રેહની.
ધીરજ ઢળિયું રે હો ધ્યાને, કંકણ નેપુર ૫હેર્યા કાને,
સૈથે કાજળ રે હો સાર્યાં, વ્રેહમાં બાળકને રે હો વિસર્યા.
પ્રીતે પરવશ રે હો કીધાં, લજના લોપી મન હરિ લીધાં.
સ્રોત
- પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 86)
- સંપાદક : નૌતમભાઈ કે. દવે
- પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
- વર્ષ : 2008
