હરિને ભજતાં રે હો વારે
Hari ne bhajna re ho vare
કેશવલાલ
Keshavlal
કેશવલાલ
Keshavlal
હરિને ભજતાં રે હો વારે, તેને લઈ ઘાલે યમને બારે.
પાપીડા પરલે રે હો થાશે, નિંદાના કરતલ નરકે જાશે;
દુરિજન લોકડાં રે હો દાઝે, વા’લો મારો ગોકુળિયામાં ગાજે. હરિ૦
હેતે ચિત્ત બાંધે રે હો હરિસે, તે કેમ પાછાં પગલાં ભરશે?
નાથ અમારો રે હો લાજે, શિર પર શામળિયો વર છાજે. હરિ૦
શિરને સાટે રે હો નવ મૂકું, અવસર આવ્યો તે કેમ ચૂકું?
તન ધન જાયે તો રે હો જાજો, ‘કેશવ’ હેતે હરિના ગુણ ગાજો. હરિ૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 60)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
