હરિના દાસ કહાવે
Hari na das kahave
કાનપુરી
Kanpuri
કાનપુરી
Kanpuri
હરિના દાસ કહાવે, ઉરમાં કોટિક આશ.
નામ વહેંચે પ્રગટ હરિનું, ભક્તિ તણો આભાસ. હરિના૦
લોભ, મોહ, માયા ના છૂટે, પ્રગટે પાપ પ્રકાશ. હરિના૦
પૈસા આપી પુણ્ય ખરીદે, રીઝે શું અવિનાશ? હરિના૦
ભેદ અને ભિન્નત્વ ભર્યું તો, શાનો ભક્તિવિલાસ? હરિના૦
‘કહાન’ તાજી સહુ દંભ ઉપાધિ, રાખ અચળ વિશ્વાસ. હરિના૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 56)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
