Hari Bhajya nu tanu - Bhajan | RekhtaGujarati

હરિ ભજ્યાનું ટાણું

Hari Bhajya nu tanu

ગોવિંદરામ ગોવિંદરામ
હરિ ભજ્યાનું ટાણું
ગોવિંદરામ

હરિ ભજ્યાનું ટાણું, છે રામ ભજ્યાનું ટાણું;

છે કૃષ્ણ ભજ્યાનું ટાણું :

ભૂલ્યા શીદ ભમો છો રે, છે હરિ ભજ્યાનું ટાણું.

હરતાં ને ફરતાં હરિ સમર્યાં, શું બેસે છે નાણું?

વહાલા શું બેસે છે નાણું?

સમીસાંજના સૂઈ રહ્યા છો, હમણાં વાશે વહાણું. ભૂલ્યા0

કાલે રે ઠાલે ભરીએ ભરીએ, માથા મોટું માણું;

વહાલા માયા મોટું માણું :

ઓચિંતો આવીને પકડશે, પડ્યું રહેશે કરિયાણું. ભૂલ્યા0

માથે આવ્યું નહિ મટે, વહાલા ઘૂંઘટમાં ઘેરાણું;

વહાલા ઘૂંઘટમાં ઘેરાણું :

બળ કરી બોલાશે નહિ, જ્યાં બેઠું જમનું થાણું. ભૂલ્યા0

દીધા વિના ક્યાંથી પામો? વહાલા વાતો હું જાણું;

વહાલા વાતો હું જાણું :

‘ગોવિંદરામ’ કહે અહીંયાં સમર્યા, ઉવાં નથી ઠેકાણું. ભૂલ્યા0

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 186)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963