હરિ ભજવાનો મળ્યો રે સંબંધ
Hari Bhajvano Malyo re sambandh
ગેમલદાસ
Gemaldaas
ગેમલદાસ
Gemaldaas
હરિ ભજવાનો મળ્યો રે સબંધ, હરિ કોઈ ભજશે રે;
બીજા અન્ય નહિ રે ઉપાય, ફેરા બહુ ફરશે રે.
ઘણું તે લેઈ તન મન ધન, ગુરુ ચર્ણે ધરિયે રે;
કરીએ સાધુ કેરો સંગ, વિષય પરહરિયે રે.
દિન ઊગે ભૂલ્યો રે ભુવન, પછી ક્યાંથી જડશે રે;
આગળ આવી અંધારી રાત, ઘણું રડવડશે રે.
હરિ ભજતાં ભલે લાજ જાય, હવડે જાજો રે;
ગુરુગમ ‘ગેમલજી’ કહે સોય, હરિગુણ ગાજો રે.
સ્રોત
- પુસ્તક : બૃહત્ કાવ્યદોહન ભાગ ૮
- સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
- પ્રકાશક : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ
- વર્ષ : 1913
