hans gati wichar sadhu - Bhajan | RekhtaGujarati

હંસ ગતિ વિચાર સાધુ

hans gati wichar sadhu

કેશવ કેશવ
હંસ ગતિ વિચાર સાધુ
કેશવ

હંસ ગતિ વિચાર સાધુ, હંસ ગતિ વિચાર.

પ્રાણીજનમાં પરિપૂરણ રહે, પિંડ પિંડ વસનાર,

નસનસમાં રહે નિરધારા, રોમરોમમાં રમનાર... હંસ૦

ગગનમાં કરે ગૂંજારા, નાભિમાં છે નિસ્તાર,

હરદમ આવે હૃદય કમલમાં, ત્રિવેણીમાં રહેનાર... હંસ૦

દસે નાદના કરે નિવેડા, રાત-દિન ઊઠે રણુંકાર,

શ્વાસ ઉશ્વાસ રહે ભરપૂર, આવત જાવાત દીદાર... હંસ૦

‘કેશવ’ હંસ ગતિ જો પિછાને, ખેલે બાવનથી બહાર,

બોલે તે પ્રગટ બેઠો, જોઈ લેજો તમે જોનાર... હંસ૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 117)
  • સર્જક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર, તિલક પ્લોટ, શેરી નં. 2, કૃષ્ણ સિનેમા પાછળ, રાજકોટ - 360001