han re tame nurat suratthi re dekho - Bhajan | RekhtaGujarati

હાં રે તમે નુરત સુરતથી રે દેખો

han re tame nurat suratthi re dekho

અમરશી બાપા અમરશી બાપા
હાં રે તમે નુરત સુરતથી રે દેખો
અમરશી બાપા

હાં રે તમે નુરત સુરતથી રે દેખો, કોઈ દેહીડી નગરની માંઈ,

વાંસલડી વાગે છે કે નાંઈ, શબ્દ ધૂન લાગે છે કે નાંઈ.

હાંરે તમે કોટિ કરોને ઉપાય, તબ આત્મ સમાધિ થીર થાઈ,

ગુરુજી મળ્યા છે રે ઘટડાની માંઈ, સુરતા શૂન્યમાં રહી સમાઈ... હાંરે૦

હાંરે તમે કાં રે ભટકો છો ભાઈ, જુવો આપ શરીરમાં જાઈ,

બ્રહ્માંડ ભર્યું છે ભૃકુટિની માંઈ, સબ ઘટમાં રહ્યો સમાઈ... હાંરે૦

હાં રે ગુણ ગુણથી નવ ગણાઈ, એથી અલખ પુરુષ ઓળખાઈ,

નૂરીજન નૂરમાં રહ્યો સમાઈ, મદમસ્ત બન્યો મન માંઈ... હાંરે૦

હાંરે જોતજોતાંમાં જુગ જાઈ, કરી લે અંતર ઘટમાં ઉપાઈ,

હાંરે ભટક મા ભવસાગરની માંઈ, મનુષ્ય દેહ દેવને દુર્લભ ભાઈ... હાંરે૦

હાં રે સત શબ્દમાં રહે સમાઈ, એવા ‘દાસ અમર’ ઘટ માંઈ,

ગુરુ આનંદ મળ્યા મુંને ભાઈ, જબ જ્યોતમાં જ્યોત મિલાઈ... હાંરે૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 90)
  • પ્રકાશક : રામજી હીરસાગર, રાજકોટ