Ham ku nij darshan dina - Bhajan | RekhtaGujarati

હમ કું નિજ દરશન દીના

Ham ku nij darshan dina

વેરોજી વેરોજી
હમ કું નિજ દરશન દીના
વેરોજી

હમ કું નિજ દરશન દીના, ગુરુ અબ તો અપના કર લીના,

કરી ક્રિપા ગુરુદેવ દયાનિધ, હમ કું નિજ દરશન દીના.

દેખી પહાડ બડે પાપન કે, તબ તો મેરા મન બીના,

સકલ છોડાઈ એક છિન મેં, જનમ જનમ જો ક્રમ કીના... હમ કું૦

જ્ઞાન અમૃત ગુરુ દિયા ક્રિપાકર, પ્રેમ પિયાલા ભર પીના,

જાલમ જોખા જરા મરન કા, છિન મેં રોગ ભયા છીના... હમ કું૦

નીરખ્યા વ્યાપિક વસ્તુ નિરંતર, અખંડ આતમ બ્રહ્મ ચીના,

અબ મરું મૈં જિયા જુગોજુગ, જબ અપના અનુભવ કીના... હમ કું૦

ખુલિયાં તાળાં ભયા ઉજાળા, એક અમર પદ લે લીના,

જન ‘વેરા’ જુગ ફેર આવે, કોટિ જનમ કે દુઃખ છીના... હુમ કું૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 289)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • પ્રકાશક : સદ્‌ગુરુ વિશ્રામસાહેબની જગ્યા
  • વર્ષ : 1994