
હકેને હાલો તમે હુઈ મળો હાં,
સાચે દલે કરોને આળખાણું મારા વીરા રે. તોળી કે'.
મારું મન બાંધો શૂરવીર સાધ સે હાં,
જેને રદે વસે લાલ ગુસાઈ મારા વીરા. તોળી કે'.
આંજણના આંજ્યા રે ભૂલ્યા તમે કાં ભમો હાં,
હાથમાં દીવો કાં પડો કૂવે મારા વીરા રે. તોળી કે'.
આંખ્યના ઉજાગરા તમે કાં કરો હાં,
નેણે નરખીને તમે જુઓ મારા વીરા રે. તોળી કે'.
કાલરને ખેતરમાં બીજ નવ વાવીએ હાં,
પાત્ર જોઈ જોઇને તમે પેખો મારા વીરા રે. તોળી કે'.
જોત્યુંને અજવાળે દાન રૂડાં દીજીએ હાં,
રૂડા સાધુને ધેવો દલ ચોખો મારા વીરા રે. તોળી કે'.
સ્વાતુના મેહુલા જળધારા રે વરસે હાં,
તેની તઈ નીપજ લ્યો ગેાતી મારા વીરા રે. તોળી કે'.
વસીયલને મુખે વિખડા નીપજે હાં,
સીપ મુખ નીપજે સાચાં મેાતી મારા વીરા રે. તોળી કે'.
મનના માન્યા મુનિવર જો મળે હાં,
દલડાનું ગુંજું આપણે કીજીએ મારા વીરા રે. તોળી કે'.
જેસલ ઘેર 'તેાળી રાણી' બોલિયાં હાં,
આપણને ગુરુ વચને ફલ લીજે મારા વીરા રે. તોળી કે'.



સ્રોત
- પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 40)
- પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
- વર્ષ : 1925
- આવૃત્તિ : બીજી આવૃત્તિ