Haiyana futya harisange het n kidhu - Bhajan | RekhtaGujarati

હૈયાના ફૂટ્યા હરિસંગે હેત ન કીધું

Haiyana futya harisange het n kidhu

દેવાનંદ દેવાનંદ
હૈયાના ફૂટ્યા હરિસંગે હેત ન કીધું
દેવાનંદ

હૈયાના ફૂટ્યા હરિસંગે હેત કીધું;

લખ ચોરાશી કેરું લગડું, માથે માગી લીધું રે. હૈયાના૦

પેટને અર્થે પા૫ કરતાં, પાછું ફરી નવ જોયું;

ચાર દિવસના જીવતર સારું, મન માયામાં મોહ્યું રે. હૈયાના૦

જન્મમરણ દુઃખ ગર્ભવાસનું, તે નવ શકિયો ટાળી;

માતપિતા-યુવતી–સુતસંગે, વિસાર્યા વનમાળી રે. હૈયાના૦

આળસ ને અજ્ઞાન અતિશે' કામ બગાડ્યું તારું;

‘દેવાનંદ’ કહે દેખ વિચારી, માન કહ્યું તું મારું રે. હૈયાના૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 157)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1946