hai tera tuj manhi tar bhaj - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હૈ તેરા તુજ માંહી તાર ભજ

hai tera tuj manhi tar bhaj

ખુશાલનાથ ખુશાલનાથ
હૈ તેરા તુજ માંહી તાર ભજ
ખુશાલનાથ

હૈ તેરા તુજ માંહી તાર ભજ, હૃદે પડદે પ્રગટ બોલે,

પડદા ઝટ ખોલે જી.... હૈ૦

નાભિકમલ બિચ ઘેરી ઘેરી નદિયાં, ઊલટા નીર ગગન ગર્જે,

ચમકે બિજલી ચરરર કરકે, દેખી મન મત ડરજે જી... હૈ૦

ગગનમંડલ મેં રાસ રચ્યા હૈ, મૃદંગ તાલ ઝાલર વાજે,

હાથ પાંઉ નહીં રૂપ રંગ રેખા, વિના તૂર નટવો નાચે જી... હૈ૦

હેામ અખંડિત છે ઘટ માંહી, વસ્તી વસે ને વન ડોલે,

અનહદ વાજાં ઘોર નગારાં, સ્વામી રાજા પલ ખોલે જી... હૈ૦

નેન નાસિકા શબ્દ સરોદા, અંતર ખડકી ખેાલે,

દિલ કા દેવ ગગન મેં પરખ્યા, માંહેલાની મમતા ઝોલે જી... હૈ૦

ભાગ્ય બિના ભગવત નહીં મિલતા, અઢાર પર્વત ડોલે,

‘ખુશાલ’ જાત ધણી જપે અલક કું, નામ પકડ નિર્ભે હો લે જી... હૈ૦

સ્રોત

  • પુસ્તક : આત્મજ્ઞાનનાં ભજન-ભાગ બીજો (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : ઓશિંગણ
  • પ્રકાશક : ધી ઇન્ડિયાપબ્લિશિંગ કંપની લિમિટેડ, કાવસજી પટેલ સ્ટ્રીટ નં. 5, કોટ, મુંબઈ
  • વર્ષ : 1909
  • આવૃત્તિ : 1