haal phakiri - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હાલ ફકીરી

haal phakiri

અમરબાઈ અમરબાઈ
હાલ ફકીરી
અમરબાઈ

કોણ તો જાણે, દેવીદાસ જાણે

આજ મારે હાલ ફકીરી

માલમી વન્યા બીજું કશું જાણે!

જળની માછલિયું અમે પવને સંચરિયું

ખરી તો વરતી મારી નહીં ડોલે

આજ મારે હાલ ફકીરી... માલમી૦.

કાચનાં મોતી અમે હીરા કરી જાણશું,

અઢાર વરણમાં મારો હીરલો ફરે

આજ મારે હાલ ફકીરી... માલમી૦

પરબે જાઉં તો મુંને શાદલ મળિયા રે

શાદલ મળે તો મારાં નેણલાં ઠરે

આજ મારે હાલ ફકીરી... માલમી૦

ચોરાશી સધની ધૂણી પરબે બિરાજે રે

સમરથ પુરુષ ભેળા રાસ રમે

આજ મારે હાલ ફકીરી... માલમી.૦

દેવંગી પરતાપે માતુ અમરબાઈ બોલ્યાં રે

સમરથ સેવે તો રૂડી સાન મળે

આજ મારે હાલ ફકીરી

માલમી વના આજ બીજું કોણ જાણે!

સ્રોત

  • પુસ્તક : પુરાતન જ્યોત (પૃષ્ઠ ક્રમાંક 112)
  • સર્જક : ઝવેરચંદ મેઘાણી
  • પ્રકાશક : પ્રસાર, ભાવનગર
  • વર્ષ : 1962