gurue bagDel mankho sudhariyo - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગુરુએ બગડેલ મનખો સુધારિયો

gurue bagDel mankho sudhariyo

અત્તર શાહ અત્તર શાહ
ગુરુએ બગડેલ મનખો સુધારિયો
અત્તર શાહ

ગુરુએ બગડેલ મનખો સુધારિયો ! માંહેથી કપટ કાળિંગાને મારિયો,

હો જી ગુરુએ૦

ગુરુના શબ્દનો લાગ્યો ઘાવ, તેનો સીધો પડિયો દાવ, ભક્તિ કરી લ્યોને,

ભાઈ... આવો રે અવસર ફરી ફરી નહિ અલે હો જી... ગુરુએ૦

સતની બાંધી લ્યો સમશેર, જુદ્ધ કરી લ્યોને ઘેર, ગગનગઢ ઘેરી લ્યો ભાઈ,

પછી સુરતા ચાલી રે ગુરુના દેશમાં હો જી... ગુરુએ૦

તનમાં કરી લ્યો તપાસ, પરગટ બોલે આપણી પાસ, જોયો સઘળામાં વાસ,

ભાઈ પછી અસલ ઘરની ખબરું પડી હો જી... ગુરુએ૦

સદ્‌ગુરુ સૂરજગરનો સંગ, ગુરુના નામનો લાગ્યો રંગ, ‘અત્તર શાહ’ ગાવે હૈ,

ઉમંગે ભાઈ ત્યારે જનમ-મરણનો ભય ટળ્યો હો જી... ગુરુએ૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય મુંબઈ
  • વર્ષ : 1946