mune dekhti kidhi - Bhajan | RekhtaGujarati

મુને દેખતી કીધી

mune dekhti kidhi

અમરબાઈ અમરબાઈ
મુને દેખતી કીધી
અમરબાઈ

મારી આંખ્યુંનાં સકજ ચોઘડિયાં

મુને દેખતી કીધી દેવીદાસ

સામૈયાં કરજો સંતનાં.

મારા અંતર પડદા કરે કર્યાં,

મારા માર્યા છે કાળ ને કરોધ

સામૈયાં કરજો સંતનાં.

ગરવા દેવંગી પરતાપે અમર બોલિયાં

તમારાં સેવકુંને ચરણુંમાં રાખ

સામૈયાં કરજો સંતનાં

સ્રોત

  • પુસ્તક : પુરાતન જ્યોત (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સર્જક : ઝવેરચંદ મેઘાણી
  • પ્રકાશક : પ્રસાર, ભાવનગર
  • વર્ષ : 1962