ઘટ મેં પ્રગટી ગંગા
Ghat me pragati ganga
હરદાસ
Hardas
હરદાસ
Hardas
ઘટ મેં પ્રગટી ગંગા અબ તો, સતગુરુ મળિયા ચંગા,
અબ તો ઘટ મેં૦
ભૂતળ ભેદ ભભક ભક નીકસ્યા, તાપ પાપ નહીં તંગા,
લેહેર મેહેર સત સંગત દૃઢ મેં, ઘેરી જ્ઞાન સુરંગા... અબ તો ઘટ મેં૦
તા બીચ કમલ અમલ મુખવાણી, શીતલ બાસ સુગંધા,
ભમર અમર મન કરત કિલોહલ, સરસ્વતી પ્રેમ ઉમંગા... અબ તો ઘટ મેં૦
નવદલ જલકલ સકલ અકલ કલ, પાવત કોઈ ઉતંગા,
દૂર ન જાવે હૈ દિલ અંદર, જો હોવે ચિત્ત ચંગા... અબ તો ઘટ મેં૦
પાવન પિંડ કરે એક પલ મેં, રોમ રોમ હરિ રંગા,
હરહર કર 'હરદાસ' ઝીલીએ, મિલકર સંત પ્રસંગા... અબ તો ઘટ મેં૦
સ્રોત
- પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 269)
- સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
- પ્રકાશક : સદ્ગુરુ વિશ્રામસાહેબની જગ્યા
- વર્ષ : 1994
