ghaDiyalan - Bhajan | RekhtaGujarati

ઘડિયાળાં

ghaDiyalan

જીવા મેઘ જીવા મેઘ
ઘડિયાળાં
જીવા મેઘ

ઘનનન્ ઘાટનાં રે, વસમી વાટનાં રે, માથે ઘડિયાળાં વાગે.

ઘડિયાળાં વાગે સૂતા હિરજન જાગે રે,

આવી ભરાણા ઉજ્જડ વાટમાં રે... માથે ઘડિયાળાં૦

જુવાની–દીવાની તારી કાલ જાતી રહેશે,

પંડકું ભરાણું તારું પાપમાં રે... માથે ઘડિયાળાં૦

સગું રે કુટુબ તારું વીંટાઈને બેઠું રે,

કોઈ નહીં આવે તારી સાથમાં રે... માથે ઘડિયાળાં૦

જમડાની આગળ કોઈનું જોર નવ ચાલે રે,

લઈ તો જાશે રે માઝમરાતમાં રે... માથે ઘડિયાળાં૦

હરિ ગુરુ વચને ખેલ્યા 'મેઘ જીવો' રે,

એવા સાધુના ચરણોમાં રાખજો રે... માથે ઘડિયાળાં૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-1 (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1989
  • આવૃત્તિ : 1