ગાવડી દિયો ગોપાળલાલ
Gavadi diyo gopallal
મીઠો
Mitho
મીઠો
Mitho
ગાવડી દિયો ગોપાળલાલ, અણુ નહિ રહેવાય રે,
એવી હરિ મને ગાવડી દેજો, ત્રણ ટાણાં દૂધ પાય રે... ગાવડી૦
મોરી સોતી આપજો મુજને, ખીલે નહિ ખોડાય રે;
એવી હરિ મને ગાવડી દેજો, આફુરી બંધાય રે... ગાવડી૦
મુંઝી ગોરી ને માંકડી દેજો, મન લીલુડીએ ગોહાય રે,
એવી હરિ મને ગાવડી દેજો, વાછડીએ બંધાય રે... ગાવડી૦
નેણ કસુંબી નેતરાં દેજો, ગોરસ નહિ ઘૂમાય રે;
એવી હરિ મને ગાવડી દેજો, ઘીએ તાંબડી ભરાય રે... ગાવડી૦
ખડ ખવરાવી પાણી પાજો, ઊભું નહિ થવાય રે;
પુરુષોત્તમજી પૂરા નીરજો, ગુણ દાસ ‘મીઠા’ ગાય રે... ગાવડી૦
સ્રોત
- પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 88)
- સંપાદક : નૌતમભાઈ કે. દવે
- પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
- વર્ષ : 2008
