gaganaghta lyo goti - Bhajan | RekhtaGujarati

ગગનઘટા લ્યો ગોતી

gaganaghta lyo goti

ગણપતરામ ગણપતરામ
ગગનઘટા લ્યો ગોતી
ગણપતરામ

ગગનઘટા લ્યો ગોતી

મારા સંતો, ગગનઘટા લ્યો ગોતી રે જી .

અર્ધ ઉર્ધ કા ઘાટ કે અંદર, ત્યાં નાતી ત્યાં ધેાતી જી.

તરવેણી ટંકશાળ પડે જ્યાં, ઝળહળ ઝળકે જ્યેાતિ

મારા સંતો૦

પાળ વિના જ્યાં પાણી ભરિયાં, સરિતા મળી સમોતી,

અમૃતધારા અખંડ ચાલે, ઝરમર વરસે મોતી

મારા સંતો૦

શૂન્ય શિખર ગઢ શોભા સારી, અટક વિના ઉદ્યોતી,

વણ મુખ બ્રહ્મ વેદ ભણે જ્યાં, નહીં પુસ્તક નહીં પોથી

મારા સંતો૦

વણ વાગ્યે ફૂલી ફૂલવાડી, જાઈ જુવતી જુઈ જ્યેાતિ,

વાડીમાં અખંડ સ્વામી, નીરખી મનમાં મોહતી.

મારા સંતો૦

ગગનગુફામાં ચલી ગરજના, હરદમ ધૂની હોતી,

કહે 'ગણપત' વિરલા જન જાણે, પરમ પદમાં રહેતી.

મારા સંતો૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-1 (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સર્જક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1989
  • આવૃત્તિ : 1