ewa peer tame sewo - Bhajan | RekhtaGujarati

એવા પીર તમે સેવો

ewa peer tame sewo

જીવણ મસ્તાન જીવણ મસ્તાન
એવા પીર તમે સેવો
જીવણ મસ્તાન

એવા પીર તમે સેવા રે, પહેાંચો જેથી પાર તમે,

અહીં ચાખી જુઓ મેવો રે, કહીએ વધું શું રે અમે.

જેમ કૂંચી વિના તાળું ઉધડે, એમ મુરશદ વિના બ્રહ્મ,

કૂંચી વિના જે તાળું ઉઘાડે, તેમાં નહીં કાંઈ દમ,

એમ નક્કી તમે સમજો રે, મુરશદ વિના ખાલી ભમે. એવા૦

સરમથ પીર તમે માથે કરો કે, જેથી આવે જ્ઞાન,

અંતર પડદે દૂર કરીને, ઉત્તમ આપે દાન,

હવે કહેવું તમે માનો રે, ચેતી લો ને આવે સમે. એવા૦

ગુરુ વિનાના ગોથાં ખાશે, પામે નહીં પાર,

જીવતર એનનું ફોગટ જાશે, માથે જમનો ભાર,

અવસર આવ્યો તો રે, કાળ સદા માથે ભમે. એવા૦

એકડા વિના સો મીંડાં નકામાં, એવો

પીરથી આપણી ગણત્રી થાએ, નહીં તેા થાએ ભટકેલ,

ફળ જ્યારે લાગે રે, ડાળી આપે આપ નમે. એવા૦

કાયમદીન પીર સમરથ માથે, થયુ અમારું કામ,

પાપ કુંડથી અમને બચાવ્યા, પહોંચાડવા વૈકુંઠ ધામ,

'જીવણ મસ્તાન' કહે છે રે, મુરશદ કરી માથે તમે. એવા૦

સ્રોત

  • પુસ્તક : મુસલમાની ગૂર્જર-સાહિત્ય (પૃષ્ઠ ક્રમાંક 785)
  • પ્રકાશક : હરગોવિંદ દ્વા. કાંટાવાળા. 'સાહિત્ય' ડિસેમ્બર
  • વર્ષ : 1922