એેવો અપરાધી કોણ છે રે
Evo aparadhi kon che re
પ્રીતમ
Pritam
પ્રીતમ
Pritam
એેવો અપરાધી કોણ છે રે, જેને ભજન ન ભાવે,
ભક્તિ મૂકી ભૂતળ ભાર વહે છે, જેમ ગદ્ધા ૫ર ગુણ છે રે. જેને૦
આવા હરિ જોઈ (જેણે) નયણે ના નિર્ખ્યા,
તેના લોચનમાં રાઈ ને લૂણ છે રે. જેને૦
આવા હરિ જોઈ જેનાં હૈડાં ન હર્ખ્યા,
તેના ઉજડ આઠે પહોર છે રે. જેને૦
મારું મારું કરતો ને મમતામાં ફરતો,
મરવું તે નીદાન (૧) છે રે. જેને૦
કહે ‘પ્રીતમ’ પ્રભુને ભજી લો,
તે ઠરવાનો આ ઠામ છે રે. જેને૦
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 92)
- સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
- પ્રકાશક : રાજ્યરત્ન શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી
- વર્ષ : 1922
