Evi kudi te raj ne kaj - Bhajan | RekhtaGujarati

એવી કૂડી તે લાજને કાજ

Evi kudi te raj ne kaj

ગેમલદાસ ગેમલદાસ
એવી કૂડી તે લાજને કાજ
ગેમલદાસ

એવી કૂડી તે લાજને કાજ, વાલમ ના વિસારિયે રે;

મનને સૂઝે તે કરે વાત, સંસાર હૈયેથી તારિયે રે.

પરનિંદા સ્ત્રી સોય, સ્વપ્ને ના ભાળિયે રે;

ખર ગજ રથ ને રે તુરંગ, મિથ્યા પ્રમાણિયે રે.

જેનાં રોગે ભરાયાં નેત્ર, પીડ તે તો ભારે રે;

છે યથાર્થ જેમનું તેમ, કમળો તેનો ઠારે રે.

તે અર્ક ના હોય ઉદ્યોત, તેણે શું થયું રે;

કોઈ મળે સંત સુજાણ, તિમિર તેનું ગયું રે.

એવા શિવ વિરંચી માંય, * * *

ગુરુગમ ‘ગેમલજી’ કહે સોય, તે લે જડ નહીં રે.

સ્રોત

  • પુસ્તક : બૃહત્ કાવ્યદોહન ભાગ ૮ (પૃષ્ઠ ક્રમાંક 743)
  • સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ
  • પ્રકાશક : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ
  • વર્ષ : 1913