એ ભલો ભલો મેવાડનો રાજા
E bhalo bhalo mevadno raja
લીલાવતી
Lilavati
લીલાવતી
Lilavati
એ ભલો ભલો મેવાડનો રાજા રાણો કુંભોજી;
કુંભાને સરીખાં રે હરિજન અમને હેતે મળો રે જી.
ઓત્રા ખંડમાંથી ચારણ આવ્યો રે હાં;
અને આવ્યો આવ્યો કુંભા તારા મોલ રે. એ૦
રૂપું માગો તો ગઢવી સોનું આપું રે હાં;
અને આલુબાલુ મરથ ને ભંડાર રે. એ૦
સોનું રૂપું મારે અંત ઘણેરું રે હાં;
માગું કુંભા તારી રાણીને. એ૦
અસત બોલું તો મારું સત હારું રે હાં;
અને સૂના સૂના મોલ તમારા રે. એ૦
સાંજ પડી સતીએ દીવડિયા રચાવ્યા રે હાં;
અને મોલે આ ગઢવી ચારણ રે. એ૦
હરતાં ફરતાં ગઢવી વેણલાં વાયા રે હાં;
અને જ્યાં રે જુવે ત્યાં કુંભો રાણો રે. એ૦
સવાર પડીને ચોરે ચારણ આવ્યો રે હાં;
અને સૂતો માલાને જગાડ્યો રે. એ૦
કર જોડી ગઢવી પાય લાગ્યો રે હાં;
અને સાચું સાચું ધરમ તમારું રે. એ૦
માલદેની કુંવરી સતી ‘લીલાવતી’ બોલ્યા રે હાં;
અને મારા હરિજનો અમરાપુરમાં વાસ રે. એ૦
સ્રોત
- પુસ્તક : સંત સમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 195)
- પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
- વર્ષ : 1925
