duniyaa duhkhmaan gaii duulii - Bhajan | RekhtaGujarati

દુનિયા દુઃખમાં ગઈ ડૂલી

duniyaa duhkhmaan gaii duulii

દયાનંદ દયાનંદ
દુનિયા દુઃખમાં ગઈ ડૂલી
દયાનંદ

દુનિયા દુઃખમાં ગઈ ડૂલી,

હરિનું નામ ગયો ભૂલી.

માયાના મદમાં ફરે મસ્તાનો, ને મનમાં રિયો છે ફૂલી,

આવ્યા અવસરને જાણ્યો નહિ, પછી રત ગઈ છે ઊલી... દુનિયા૦

ગર્ભવાસમાં જઈ ગૂંથાણો, અધવચ રે’તો ઝૂલી,

કોલ કરાર તો અળગા કીધા, પછી આખર ગયો રૂલી... દુનિયા૦

સુત વિત દારા સગાં સ્વારથનાં, અંતે ધુવર ધૂલી,

મનખા દેહનો મરમ જાણ્યો, તારી આંખડી ના ખૂલી... દુનિયા૦

માન શિખામણ મૂરખ મનવા, અવસર લેને તૂલી,

‘દાસ દયો’ કે’ મન ભજો ભૂધરને, અંતે ભક્તિ કબૂલી... દુનિયા૦

સ્રોત

  • પુસ્તક : કચ્છના સંતો અને કવિઓ : ભાગ ૨ (પૃષ્ઠ ક્રમાંક 297)
  • સંપાદક : દુલેરાય કારાણી
  • વર્ષ : 1964