dhoon dhani mein dharyo - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધૂન ધણી મેં ધાર્યો

dhoon dhani mein dharyo

ગંગેવદાસ ગંગેવદાસ
ધૂન ધણી મેં ધાર્યો
ગંગેવદાસ

પરબુંવાળો પીર પાદશા, ધૂન ધણી મેં તો ધાર્યો,

ધૂન ધણી મેં ધાર્યો એનો પરગટ પરચો ભાળ્યો... પરબુંવાળો૦

આપ સૂઝે પથરા પૂજે, આંખડિયે અંધારો,

અંતર જ્યોતિ અળગી મેલી દીવડિયા કાં બાળો?... પરબુંવાળો૦

ધોરાજીમાં ધૂન મચાવી, ખૂબ બતાવ્યો ડારો,

અઢારે વરણ એક પ્યાલે, નૂરીજન નજરે નિહાળ્યો... પરબુંવાળો૦

‘ગંગેવ’ દાસી ચરણુંની પ્યાસી, નેનમાં નેન મિલાયો,

મેર કરી વાલો મંદિર પધાર્યા, હેતે હરિગુણ ગાયો... પરબુંવાળો૦

સ્રોત

  • પુસ્તક : સતની સરવાણી (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, ફુવારા સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001
  • વર્ષ : 2000
  • આવૃત્તિ : 1