ધિક્કાર એ અધિકારને
Dhikkar e adhikar ne
કાનપુરી
Kanpuri
કાનપુરી
Kanpuri
ધિક્કાર એ અધિકારને ઉપકાર જો ન કંઈ કર્યો.
ધન, ધામ, કામ-વિલાસમાં, પરવશ પડ્યો મોહપાશમાં;
નિષ્ફળ થયો નિજ આશમાં, ઘટમાળ સમ ફેરા ફર્યો. ધિક્કાર૦
ધન મેળવ્યાથી શું વળ્યુ, કરથી કંઈ નહિ વાવર્યું;
મારું મારું વ્યર્થ કર્યા કર્યું, તેથી તું શું અંતે તર્યો? ધિક્કાર૦
કર હાથ સાથ તે આવશે, સર્વેશને મન ભાવશે;
અન્ય આશમાં નહિ ફાવશે, ખાલી ખુમારીમાં રહ્યો. ધિક્કાર૦
ભાવિ લાભ ભય જોયા કરે, અભિમાન વચનો ઉચ્ચરે;
પળની ખબર નહિ આખરે, ‘કહાન’ કાળ કેમ વહી ગયો. ધિક્કાર૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 56)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
